ખીલ / acne /pimple.   


  •  મૂળાના પાનનો રસ ચોપડવાથી અઠવાડિયામાં ખીલ મટે છે.
  •  જાંબુના ઠળીયાને પાણીમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
  •  દૂધની મલાઈ સાથે મીંઢળ ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
  •  જાયફળને દુધની મલાઈમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.


  •  નારંગીની છાલ ઘસવાથી ખીલ મટે છે.
  •  લીલા નાળીયેરનું પાણી રોજ પીવાથી અને થોડા પાણીમાં મો ધોવાથી ખીલ મટે છે.
  •  છાસ વડે મો ધોવાથી ખીલના ડાઘા અને મોં પરની કાળાશ દુર થાય છે.
  •  રાત્રે સુતી વખતે ગરમ પાણી થી મોઢું ધોવું, પછી ચારોળીના દૂધમાં ઘસી લેપ બનાવી મોઢા પર લગાવી સુઈ જવું. સવાર માં સાબુથી મોં ધોવું આ પ્રયોગથી ખીલ મટે છે.



  •  નારિયેળનું દૂધ કાળીજીરી સાથે મેળવી - લસોટી ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
  •  કાચા પપૈયાને કાપવાથી જે દૂધ જેવું પ્રવાહી નીકળે તે ખીલ પર દરરોજ થોડા દિવસ લગાડવાથી ખીલ કાયમ માટે જળ મૂળથી મટી જાય છે.
  •  ખુબ પાકી ગયેલા પપૈયાને છોલીને, છુંદીને તેની માલીસ મોઢા પર કરવી, ૧૫-૨૦ મિનીટ પછી તે સુકાઈ જાય ત્યારે પાણી થી મો ધોઈ નાખવું અને જાડા ટુવાલ વડે મોઢાને સારી રીતે લુછીને જલ્દી કોપરેલ લગાડવું. એક અઠવાડીયા સુધી આ રીતે કરવાથી મોઢા પરના ખીલના ડાઘ મટે છે. મોઢાની કરચલીઓ અને કાળાશ મટે છે.

  •  તુલસીના પાનના રસમાં લીંબુનો રસ અથવા આદુનો રસ ઉમેરી મોઢા પર લગાડવાથી અને સુકાઈ જાય પછી પાણીથી ધોઈ નાખવાથી મોઢા પરના કાળા ડાઘ માટે છે.
  •  પાકા ટામેટાને કાપીને તેની ચીર ખીલ પર ધીરે ધીરે લગાડીને થોડી વાર સુકાવા દો. ત્યાર બાદ સહેજ ગરમ પાણીથી સાફ કરવાથી ખીલ મટે છે.



  •  ગરમ પાણીની તપેલી માં રૂમાલનો ટુકડો ભીંજવીને નીચોવી તેને મોઢા પર સાધારણ ગરમ હોય ત્યારે મુકવાથી ખીલ મટે છે.
  • લોબાન, સુખડ અને આમળાનો પાવડર મોઢા ઉપર ચોપડીને થોડા સુકાયા બાદ, પાણીમાં લીમડાના પાન નાખી મોં ધોવાથી ખીલ મટે છે.
  •  કાચી સોપારી અથવા જાયફળને પાણીમાં ઘસીને લગાડવાથી ખીલ મટે છે.