ગુમડા / Boil.
- ગુમડા ઉપર માખણ લગાડી રૂનો પાટો બાંધી રાખવાથી ગુમડુ ફુટી જશે.
- બાફેલા કાંદા માં મીઠું નાખી પોટીસ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડુ ફુટી જશે.
- ઘઉંના લોટમાં હળદર અને મીઠું નાખી પોટીસ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડુ પાકીને ફુટી જશે.
- સરગવાની છાલ ઘસીને ચોપડવાથી ગુમડુ બેસી જશે.
- કાંદાની કાતરીને ઘી અથવા તેલમાં શેકી તેમાં હળદર મેળવી પોટીસ કરી બાંધવાથી ગુમડુ પાકીને ફુટી જશે.
- પાલક તથા તાંદળજા ગૂમડાં પર બાંધવાથી ગુમડુ પાકી જશે.
- બોરડીના પાન વાટી, ગરમ કરી, પોટલી બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડુ પાકીને ફુટી જશે.
- લસણ અને મરી વાટી લેપ કરવાથી ગાંઠ,ગૂમડું પાકીને ફુટી જશે.
- ગાજરને બાફી તેની પોટીસ કરીને બાંધવાથી ગૂમડું સારા થઈ જશે.
- હળદરની રાખ અને ચુનો ભેગો કરી લેપ કરવાથી ગુમડુ ફુટી જશે.
- દરરોજ સવારે લીમડાના પાનનો રસ પીવાથી પેટ સાફ આવે છે અને ગૂમડાં થતા નથી. ને થયેલા હોય તો મટી જાય છે.
- બી કાઢી નાખેલી કાળી દ્રાક્ષમાં થોડું પાણી નાખી વાતી મલમ જેવ બનાવીને કપડાની પટ્ટી બનાવી ગુમડા પર મૂકી પાટો બાંધવાથી ગૂમડું ફૂટી જાય છે.
0 Comments