કફ,cough

     કફ / Cough.

  • કાંદાનો ઉકાળો પીવાથી કફ મટે છે.
  •  અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે.
  •  દોઢથી બે તોલા આદુના રસમાં મધ મેળવી પીવાથી કફ મટે છે.
  •  તુલસીનો રસ ૩ ગ્રામ, આદુનો રસ ૩ ગ્રામ, અને એક ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે.



  • એલચી, સિંધવ,ઘી અને મધ ભેગાં કરીને ચાટવાથી કફ મટે છે.
  •  દરરોજ થોડી ખજૂર ખાઈ ઉપર પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળે છે અને ફેફસાં સાફ બને છે.
  •  આદુનો રસ,લીંબુનો રસ અને સિંધવ મેળવી જમતાં પહેલાં લેવાથી કફ, શ્વાસ અને ઉધરસ મટે છે.
  •  દૂધમાં હળદર, મીઠું અને ગોળ નાખી ગરમ કરી પીવાથી કફ મટે છે.
  •  રાત્રે સૂતી વખતે ત્રણ-ચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર પાશેર દૂધ પીવાથી શ્વાસનળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે.
 
 


                                        





Post a Comment

1 Comments