back pain, કમરનો દુઃખાવો અને સંધિવા મટાડવાના ઉપાયો.

કમરનો દુઃખાવો અને સંધિવા

                                                                                                                                                                                                                                                                                                                                                                             

  • અજમો અને ગોળ સરખે ભાગે મેળવી સવાર સાંજ ખાવાથી કમરનો દુખાવો મટે છે.
  • સૂંઠ અને ગોખરુ સરખે ભાગે લઈ તેનો ઉકાળો કરી રોજ સવારે પીવાથી કમરનો દુખાવો મટે છે.                                                                                                         
  • સૂંઠનું ચૂર્ણ  ગરમ પાણી સાથે ફાકવાથી કમરનો દુખાવો મટે છે.                                                         
  •  ખજૂરની પાંચ પેશીનો ઉકાળો કરી તેમાં અર્ધો તોલો મેથી નાખી પીવાથી કમરનો દુખાવો મટે છે.
  •  સૂંઠ, લસણ, અજમો અને રાઈ નાખીને તેલ ગરમ કરી તેની માલિશ કરવાથી કમરનો દુખાવો તેમજ દુખતા સાંધામાં આરામ થાય છે.
  •  રાઈના તેલ સાથે કાંદાનો રસ મેળવીને માલિશ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે.
  • આદુના રસમાં સહેજ મીઠું નાખી તેનું માલિશ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે,
  • ડોકી રહી ગઈ હોય તો તે પણ મટે છે.
                                                                                                                                                  
  •  જાયફળને સરસિયા તેલમાં ઘસી માલિસ કરવાથી જકડાયેલા સાંધા છૂટા પડે છે એને સંધિવાનો દુખાવો મટે છે.
  •  લવિંગનું તેલ ઘસવાથી સંધિવાનો દુખાવો મટે છે.
  •  ધાણા 10 ગ્રામ અને સૂંઠ ત્રણ ગ્રામ લઈ વાટી તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવાથી પડખાનો દુખાવો તથા છાતીનો દુખાવો માટે છે .
  •  સૂંઠ,સાજીખાર અને હિંગનું ચૂર્ણ ગરમ પાણીમાં લેવાથી સર્વ પ્રકારના શૂળ મટે છે.
  • જીરું, હિંગ, અને સિંધવની ફાકી ઘી સાથે લેવાથી શૂળ મટે છે.
  •  એક ચમચી શેકેલી હિંગ થોડો ગરમ પાણીમાં પીવાથી પડખાનો દુખાવો મટે છે .
  •  સૂંઠ નો ઉકાળો કરી, તેમાં એક ચમચી દિવેલ નાખીને પીવાથી સંધિવાનો દુખાવો મટે છે.

  •  દોઢ - બે તોલા મેથી રોજ ફાકવાથી વા મટે છે.
  • કોઈ પણ પ્રકારના સૂંઠ પડખાં ,છાતી હૃદય કે માથામાં દુખાવો હોય ત્યારે તુલસીનો રસ ગરમ કરી, તેના પર માલિશ કરવાથી તરત આરામ થાય છે. આવા પ્રસંગે બે ચમચી તુલસીનો રસ પી જવો.
  • મેથીને થોડી ઘીમાં શેકી તેનો લોટ કરવો, તેમાં ગોળ, ઘી ઉમેરીને લાડુ બનાવી લેવા ૮ થી ૧૦ દિવસ સુધી ખાવાથી કમરનો દુઃખાવો અને સંધિવા નો દુખાવો માટે છે. જકડાઈ ગયેલા અંગો છુટા પડે છે અને હાથ-પગે થતી કળતર પણ મટે છે.
  •  કાચા બટાકાની છાલ કાઢ્યા વગર ટુકડા કરી તેનો રસ કાઢી તુરંતજ આથી સંધિવામાં ફાયદો થાય છે.
  • તાંબાના વાસણમાં આખી રાત રાખેલું પાણી સવારે નરણે કોઠે પીવાથી સંધિવામાં ફાયદો થાય છ
  • દરિયાના પાણીમાં નિયમિત સ્નાન કરવાથી સંધિવાના દર્દીને ખુબ ફાયદો થાય છે.
  • દરિયાના પાણીમાં સ્નાન કરવું શકય ન હોય તો દરિયાઈ મીઠું ગરમ પાણીમાં કૌચાંના બીજ ૧ કિલો લઈ સાંજે પાણીમાં પલાળો . સવારે તેનાં ફોતરા ખાંડીને તેનો ગર્ભ કાઢી તે ગર્ભ તડકામાં સૂકવા દો . સૂકાયા બાદ તેનું ચૂર્ણ બનાવી ત્રણ ગ્રામ ચૂર્ણ સાથે ૧ ગ્રામ અશ્વગંધાનું ચૂર્ણ મેળવી રોજ સવારે અને રાત્રે જમ્યા પહેલા ગરમ દૂધ સાથે લેવાથી સંધિવા તથા લકવાના રોગીને ફાયદો થાય છે . 
  • સૂંઠ કાઢો બનાવીને પીવાથી સાંધાનો દુખાવો મટે છે . સાંધાના દુખાવામાં કેરોસીન જરા ગરમ કરી માલિસ કરો .















Post a Comment

0 Comments