કરમ.
- થોડા ગરમ પાણીમાં સોપારીનો ભૂકો દિવસમાં ત્રણ-ચાર વાર લેવાથી કરમ મટે છે.
- તુલસીના પાનનો રસ પીવાથી કરમ મટે છે.
- ફુદીનાનો રસ પીવાથી કરમ મટે છે.
- રોજ લસણ ખાવાથી કરમ મટે છે.
- સૂંઠ અને વાવડીંગનું ચૂર્ણ મધમાં લેવાથી કરમ મટે છે.
- કાંદાનો રસ પીવાથી કરમ મટે છે.
- સવારના પહોરમાં પાણીમાં અર્ધો તોલો મીઠું ઓગાળી પીવાથી કરમ મટે છે.
- ટામેટાના રસ માં હીંગનો વઘાર કરીને પીવાથી કરમ મટે છે.
- કારેલીના પાનનો રસ સહેજ ગરમ કરી પાણી સાથે પીવાથી કરમ મટે છે.
- સાડા પાંચ ચમચી અજમા સાથે એક ચમચી આદુનો રસ સવારે અને રાત્રે લેવાથી કરમ મટે છે.
- અનાનસ અથવા સંતરા ખાવાથી કરમ મટે છે.
- એક મુઠ્ઠી જેટલા ચણા રાત્રે સરકામાં પલાળી રાખી સવારે નરણા કોઠે આ ચણા ખાવાથી કરમ મટે છે.
0 Comments